હું પહેલીવાર સ્ટોક માર્કેટની દુનિયામાં આવ્યો ત્યારે મારી પાસે માત્ર થોડું સામાન્ય જ્ઞાન હતું. "Scam 1992" જેવી સિરીઝ જોઈ, અને મને લાગ્યું કે હર્ષદ મહેતા જેવું કંઈક કરવું જોઈએ. હું પણ બજારમાં નસીબ અજમાવા નીકળ્યો.
પ્રથમ નફો થયો અને લાગ્યું – "આ તો પૈસા કમાવાનું મશીન છે!"
નફો થતાં જ લાગ્યું કે હું પ્રોફેશનલ ટ્રેડર બની ગયો છું. રોજ શેર બજાર ખૂલે અને હું લાલચ ભરી આંખે મોનીટર સામે બેઠો રહું!
પણ લોસ થવા લાગ્યા ત્યારે પણ ઈગો આડી આવ્યો – "આવું તો થતું રહે! પુન: મારો સમય આવશે!"
1st Time Market છોડ્યું – "આ મારી જગ્યા નથી!"
બસ, રોકાઈ ગયો.
2nd Time – "ચલો ફરી કોશિશ કરીએ!"
પણ પછી ફરી એકવાર લોસ થવા લાગ્યા... અને આ વખતે એ બધું જ વણસી ગયું!
3rd Time – "Last Try! આ વખતે બધું systematic!"
"છેલ્લી વાર છોડી દીધું!"
હવે આખરે માર્કેટ કાયમ માટે છોડી દીધી!
"Risk he to Isk he" – પણ હકીકતમાં... Risk એ Risk જ છે!
જ્યારે નફો થતો હતો, ત્યારે તો બસ આંનંદ જ આનંદ!
અને પછી શરૂ થયો રોકાણ અને નુકસાનનો ખતરનાક ચક્રવ્યૂહ...
પ્રથમ ભારે નુકસાન થયા પછી મને લાગ્યું કે આ મારું કામ નથી, હું ટ્રેડિંગ છોડી દઈશ!
પણ પછી ફરી લાલચ આવી...
થોડા સમય પછી ફરી એક વાર option trading શીખવા બેઠો. Paid Memberships લીધી, Pro Traders ની સ્ટ્રેટેજી ફોલો કરી. લાગ્યું કે આ વખતે smart trading કરવી છે.
ફરી થોડો નફો થયો – "અરે! હવે સાચી રીત સમજી ગઈ!"
"Stop-loss પણ stop ના થાય!"
મોટા લોસ પછી ફરી લાગ્યું કે "બસ! હવે ક્યારેય આ ના કરવું!"
ટ્રેડિંગ vs. રિયલિટી
જ્યારે નફો થયો, ત્યારે લાગ્યું હું પ્રો-ટ્રેડર બની ગયો છું.
જ્યારે નુકસાન થયો, ત્યારે સમજાયું કે બજાર જેવું વિચારી શકવું સહેલું નથી.
સૌથી મોટી ભૂલ – ઈમોશનલ ટ્રેડિંગ અને વધુ જોખમ લેવું.
લાંબા વિરામ બાદ ફરી એક વાર માર્કેટમાં એન્ટ્રી લીધી – આ વખતે વધુ સ્ટ્રેટેજી, વધુ જ્ઞાન અને વધુ પેશનસ સાથે.
આ વખતે Risk Management, Capital Allocation, Diversification બધું સમજ્યું. પણ... આ વખત પણ માર્કેટે મારી સાથે પોતાનું જૂનું જ કરેલું – "Bye Bye, Capital!"
અને આખરે... મારું કેપિટલ 0 થયું!
આ ત્રીજી વાર લોસ થયા પછી મને સમજાયું કે બજારમાં એન્ટ્રી લેવી સહેલી છે, બહાર નીકળવું મુશ્કેલ!
તમારા માટે મારો સંદેશ:
સ્ટોક માર્કેટ એ મટકો નહીં, કે નસીબ અજમાવી શકો. જો તમારું મગજ અને ઈમોશન કાબૂમાં ન હોય, તો માર્કેટ તમારું બેલેન્સ સાફ કરી નાખશે!
શું તમે પણ આવું કઈક અનુભવી ચૂક્યા છો? કોમેન્ટમાં તમારા અનુભવ શેર કરો!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો