મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ફિર આવી હસીન દિલરુબા: એક ફિલ્મ રીવ્યુ

નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપણે “ફિર આવી હસીન દિલરુબા” નામની ફિલ્મની ચર્ચા કરીશું. આ ફિલ્મમાં પ્રેમ, રહસ્ય અને જીવનની અસત્યતાના પડદા તોડતાં પળો એક અનોખા અને વિચારોની ઉજાગર કરે છે. ફિલ્મની રૂપરેખા કથાનું સંક્ષેપ: ફિલ્મની મુખ્ય પાત્ર, રાણી કશ્યપ, એક પ્રતિભાશાળી લેખિકા છે. તેના જીવનમાં પતિની અચાનક હત્યા બાદ, શંકાઓ અને અનિચ્છનીય સવાલોનો ઝોળો આવે છે. જ્યારે પોલીસ તપાસ ચાલુ થાય છે, ત્યારે રાણી પોતાની અંદરના સત્યને જાણવા અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે પોતાની જ દિશામાં આગળ વધી જાય છે. આ તપાસની યાત્રામાં દરેક વળાંક પર નવા રહસ્યો અને ભાવનાત્મક ઝઘડા દર્શકોના દિલને સ્પર્શે છે. અભિનય અને દિગ્દર્શન અભિનય: ફિલ્મમાં પાત્રોની ઊંડી માનસિક પરતાવાળું અભિનય ચમત્કારીક છે. રાણી કશ્યપની ભૂમિકા નિભાવતી અભિનેત્રીએ, પાત્રની આંતરિક ટકરાર અને સંઘર્ષને આકર્ષક રીતે રજૂ કર્યો છે. તેના પતિની ભૂમિકા તથા પોલીસ ઇન્સ્પેક્ટરના પાત્રમાં પણ લાગણીશીલતા અને તીવ્રતા સ્પષ્ટ દેખાય છે. દિગ્દર્શન: દિગ્દર્શકે ફિલ્મને એક સમર્પિત દૃષ્ટિકોણથી રજૂ કર્યા છે. ફિલ્મની વાર્તા અને દૃશ્યરચના બંનેમાં એક પ્રકારનો સસપેન્સ જા...
તાજેતરની પોસ્ટ્સ

યાર, Rude લોકો સાથે કેવી રીતે હેન્ડલ કરું એ શીખવાનું બહુ જરુરી છે!

એ જ સમય હતો, એકજ મીટીંગમાં, એ વ્યાક્તિ એવું બોલી ગયું કે મને તો અંદરથી કંપી નાખ્યું. એક સેકન્ડ મને પણ મન થયું કે એને જોરદાર જવાબ આપી દઉં. પણ પછી બસ મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું – "શું સાચે હવે તરત જ જવાબ આપવો જોઈએ?" 1. Yaar, પહેલી વાત – પર્સનલી ના લેવી! એ બોલ્યો કે હું કામ બગાડું છું. પહેલી રિએક્શન: ગુસ્સો! પણ પછી સમજાયું કે ભાઈ એના સ્ટ્રેસમાં છે, એની ભાષા રૂડ છે – એનો મતલબ એ નથી કે એ સાચું છે કે હું ખરાબ છું. બસ આકરો સમય હશે એનો. એટલે હું શીખ્યો – બધું અંગત ના લેવું. બધું આપણે માટે નથી હોય. 2. તેમને બદલવાની અપેક્ષા રાખવી bandh! સાચું કહું? પહેલાં મને લાગતું કે, "આ માણસ ક્યારે સારો બનશે?" પણ પછી સમજાયું કે જો હું એની રીત બદલાવા માટે energY ખર્ચ કરતો રહીશ, તો મારા મનની શાંતિ જતી રહેશે. હવે હું juste મારા જાતના response પર કામ કરું છું. એની બીક કે અપેક્ષા રાખતો જ નથી. 3. તરત જ ના બોલવું – પહેલી analyse! હવે મને કોઈ કઈપણ કહે પણ, હું pause લઉં છું. પહેલી વાત – વિચારું: "આ વાર્તાળાપ જરૂરી છે?"  ફિલ્ટર બનાવી દીધો છે – selective response system! ...

મારું પહેલું સ્ટેજ અનુભવ – ડરતો હતો.

કહેવાય છે કે, “જીવનમાં પહેલું કશુંય સહેલું હોતું નથી, પણ એજ પહેલું પગલું આગળ વધવાની શરૂઆત બને છે.” મારા જીવનનો પણ એવો જ એક સ્મરણિય દિવસ હતો – જ્યારે મને પ્રથમવાર મારી સ્કૂલ તરફથી સમગ્ર સંબોધન માટે બોલવાની તક મળી. એ અવસર હતો 15મી ઑગસ્ટનો સ્વતંત્રતા દિન , અને હું ત્યારે માત્ર સાતમાં ધોરણમાં ભણતો હતો. જુસ્સાનો અને મારી અંગ્રેજી ભાષાની સ્પીચ! કાર્યક્રમના માત્ર ચાર દિવસ પહેલાં, સાહેબે મને એક અંગ્રેજી સ્પીચ આપી. હવે અંગ્રેજી સમજાતું પણ ન હતું એટલું કે બધાની સામે બોલી શકાય. સાહેબે fortunately ગુજરાતી અનુવાદ આપ્યો. ત્યારબાદ દિવસ-રાત રટ્ટા મારીને મેં સ્પીચ પક્કી કરી. ઘરમાં વારંવાર પ્રેક્ટિસ કરી અને સાહેબ સાથે પણ રીહર્સલ કરી. તેમણે ખુશ થઈને કહ્યું – “તારું બધું તૈયાર છે!” કાર્યક્રમનો દિવસ... અને ધબકતું દિલ મારું નામ બોલાવાયું – “હવે વિજય 15મી ઑગસ્ટ વિષે ભાષણ કરશે...” પગ ધ્રૂજી ગયા. માઇક પાસે ગયો ત્યારે ભય કાબૂ બહાર હતો. ધીમે ધીમે માઇકથી થોડું દૂર રહીને બોલવાનું શરૂ કર્યું. અવાજ ઝિંકતો હતો પણ થોડા જ લાઈનમાં બધું સરખું થઈ ગ...

જન્મદિવસનો મીઠો ફેરફાર – એક શાળાની નવી દિશા તરફ યાત્રા

“જન્મદિવસ છે? તો ચોકલેટ લાવજે!” – આ વાત હવે જૂની થઈ ગઈ છે. એક શાળાએ ખૂબ સરળ, પણ મર્મસ્પર્શી વિચાર કર્યો – શું હલકી ગુણવત્તાવાળી ચોકલેટને બદલે કંઈક સારું અને યાદગાર આપી શકાય? અને એ વિચારે જન્મ લીધો એક નવો પ્રયોગ – “જન્મદિવસની પેટી”. શાળામાં હવે બાળક કે શિક્ષકના જન્મદિવસે ચોકલેટ વહેંચવાનું નહિ, પરંતુ તેઓ પોતાનું યોગદાન જનમદિવસની ખાસ પેટીમાં આપે છે. 21 નવેમ્બર 2024થી શરૂ થયેલી આ પહેલે 29 માર્ચ 2025 સુધીમાં અંદાજે ₹16,000 જેટલું યોગદાન એકત્ર કર્યું! આ રકમનો ઉપયોગ એક એવું કંઈક આપી કરવા થયો – જે મીઠું પણ છે અને પૌષ્ટિક પણ! દરેક બાળકને મળ્યું 60 ગ્રામનો ઉત્તમ ગુણવત્તાવાળો સૂકો મેવો – જેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર અને લીલવા દ્રાક્ષનો સમાવેશ હતો. સૂકા મેવાની તૈયારી ઘણાં બાળકોએ તો ક્યારેય અંજીર કે અખરોટ જોયા પણ ન હતા. અને જ્યારે એ બધાને એક ભેટ તરીકે મળ્યું – તો ખુશીનો માહોલ અલગ જ હતો. બાળકોને પાઉચ મળ્યા પછી શાળાની કક્ષામાં બેઠેલા નાનકડાં વિદ્યાર્થીઓએ જ્યારે પોતાનાં હાથમાં મેવાના પેકેટ ઉંચા પકડીને બતાવ્યા – ત્યારે લાગ્યું કે આ બાળકોએ માત્ર મીઠાઇ નહિ, પણ જીવનની એક મોટી ભેટ મેળ...

જનમો સુધી... રીલ નો રાસરંગ!

આમ તો દિવસ હતો – શાંત, સામાન્ય. Mobile હાથમા લઈ reels scroll કરી રહ્યો હતો. બધું usual લાગતું હતું, ત્યાં અચાનક એક reel આવી… અને એ રીલમા વાગતું હતું ગોપાલ ભરવાડનું નવું ગીત: "જનમો જનમ રે આપણે રહીશું જોડા જોડિ…" મારી આંગળી scrolling રોકાઈ ગઈ, પણ દિલ શરુ થઈ ગયું! રીલ ગઈ... પણ ગીત રહી ગયું! રીલ તો ગયા 30 સેકન્ડમાં પૂરી થઈ ગઈ… પણ એ લાઇન મનમાં એવી વસી ગઈ કે આખો દિવસ humming. રસોડા સુધી જઈશ, તો પણ એ જ લાઇન મનમાં... બસમાં બેઠો હોઉં, તો પણ એ લાઇન repeat mode પર… ક્યારેક કોઈ ગીત એવુ હોય છે કે જે સાંભળવાથી વધારે “અનુભવી” શકાય છે. આજનું એજ ગીત હતું. પ્રેમ ની ભાષા નહિં, એક લાગણી છે... આ ગીત ફક્ત પ્રેમ વિશે નથી... એ વાત કરે છે એવાં સંબંધોની, જેમા સમય પણ નાનકડો લાગી જાય. જ્યાં શબ્દોથી નહિ, લાગણીઓથી વાત થતી હોય. જ્યાં ‘એક જન્મ’ project j ન હોય... ત્યાં તો આખી સીરિઝ હોય – ‘જનમો જનમની.’ અંતે... એક reel, એક line, અને આખો mood… એટલું જ કહીશ કે – આજે scroll કરતાં કંઈ ખૂટી ગયું નહોતું... પર મળ્યું ઘણું વધારે! એ લાઇ...

એક અનોખી સત્યવાર્તા: પાપથી મુક્તિનો સાચો માર્ગ

પરિચય  એક લુટેરી વ્યક્તિ જંગલના રસ્તે પસાર થનારા લોકોને લૂંટી લેતો. તેની સાથે એક ટોળકી પણ હંમેશા રહેતી. જો કોઈ કિંમતી વસ્તુ ન આપતું, તો તે મારપીટ કરતો અને ક્યારેક તો એના પ્રાણ પણ લઇ લેતો. આ ભયના કારણે તે રસ્તે થોડા લોકો જ પસાર થવા લાગ્યા. સંત અને લુટેરાની મુલાકાત એક દિવસ એ જંગલમાંથી એક સંત મહાત્મા પસાર થયા. લુટેરાએ તેમને ધમકાવ્યા, પણ સંતે કોઈ ભય દર્શાવ્યો નહીં. લુટેરાએ પૂછ્યું, "તમને મને જોઈને ડર નથી લાગતો?" સંતે શાંત સ્વરે કહ્યું, "મારે માત્ર મારા કર્મોનો ડર છે. હું પાપ કરતો નથી, એટલે કોઈ બીજું ભય પણ નથી." સૂકાયેલી લાકડી અને શુદ્ધિનો માર્ગ સંતે એક સૂકાયેલી લાકડી આપીને કહ્યું, "તુ ગંગા નદીમાં સ્નાન કર, તપસ્યા કર, અને પાપ છોડી દે. જ્યારે આ લાકડી લીલી થઈ અને તેમાં પાંદડાં ઉગે, ત્યારે સમજી લે કે તારા પાપ ધૂઈ ગયા." લુટેરાની અંતઃકથા લુટેરા ગંગા જવા નીકળ્યો. એક રાતે તે એક વૃક્ષની નીચે આરામ કરવા રોકાયો. ત્યાં 10-15 અન્ય લુટેરાઓ એક ગામને લૂંટવાની અને આગ લગાવવાની યોજના બનાવી રહ્યા હતા. લુટેરાએ વિચાર્યું, "જો...

આ દિલ દીવાનું છે: શાંતિની શોધમાં ભટકતું મન

શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારું મન સતત દોડતું રહે છે? જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને ખેંચી રહી હોય, ક્યારેય શાંતિથી બેસવા જ ન દેતી હોય? આજકાલ આપણી આસપાસ જુઓ – માનસિક તણાવ, ચિંતા, અને ઉદાસીનતા જાણે સામાન્ય બની ગયા છે. પણ શું તમે ક્યારેય ઊંડા ઉતરીને વિચાર્યું છે કે આ બધી બેચેનીનું મૂળ શું છે? ચાલો, થોડીક ક્ષણો માટે થોભીને આપણી અંદર ડોકિયું કરીએ. મોટાભાગના કિસ્સાઓમાં, આપણા મનના તણાવનું કારણ આપણું પોતાનું અસંતુષ્ટ મન છે. આપણું આ 'દીવાનું દિલ' ક્યારેય વર્તમાનમાં રાજી નથી રહેતું. તે હંમેશા કંઇક વધુ, કંઇક બીજું, કંઇક સારું બનવા માટે ઝંખતું રહે છે. આપણી પાસે જે છે, તે આપણને નાનું લાગે છે. આપણે જેવા છીએ, તેવા આપણને સ્વીકાર્ય નથી. અને આ અસ્વીકારની ભાવના જ આપણને બીજાઓ અને પરિસ્થિતિઓનો પણ અસ્વીકાર કરવા પ્રેરે છે. મન હંમેશા એક આદર્શ દુનિયાના સપના જુએ છે. "જો આમ હોત તો...", "કાશ પેલું મળ્યું હોત તો...", "મારે આવું બનવું છે..." – આવા વિચારો સતત ચાલતા રહે છે. તણાવનું સાચું કારણ આ જ છે: તમે અત્યારે જેવા છો અને તમે જેવા બનવા માંગો છો – તેની વચ્ચેનું અ...