કહેવાય છે કે, “જીવનમાં પહેલું કશુંય સહેલું હોતું નથી, પણ એજ પહેલું પગલું આગળ વધવાની શરૂઆત બને છે.”
મારા જીવનનો પણ એવો જ એક સ્મરણિય દિવસ હતો – જ્યારે મને પ્રથમવાર મારી સ્કૂલ તરફથી સમગ્ર સંબોધન માટે બોલવાની તક મળી. એ અવસર હતો 15મી ઑગસ્ટનો સ્વતંત્રતા દિન, અને હું ત્યારે માત્ર સાતમાં ધોરણમાં ભણતો હતો.
જુસ્સાનો અને મારી અંગ્રેજી ભાષાની સ્પીચ!
કાર્યક્રમના માત્ર ચાર દિવસ પહેલાં, સાહેબે મને એક અંગ્રેજી સ્પીચ આપી. હવે અંગ્રેજી સમજાતું પણ ન હતું એટલું કે બધાની સામે બોલી શકાય.
સાહેબે fortunately ગુજરાતી અનુવાદ આપ્યો. ત્યારબાદ દિવસ-રાત રટ્ટા મારીને મેં સ્પીચ પક્કી કરી. ઘરમાં વારંવાર પ્રેક્ટિસ કરી અને સાહેબ સાથે પણ રીહર્સલ કરી. તેમણે ખુશ થઈને કહ્યું – “તારું બધું તૈયાર છે!”
કાર્યક્રમનો દિવસ... અને ધબકતું દિલ
મારું નામ બોલાવાયું – “હવે વિજય 15મી ઑગસ્ટ વિષે ભાષણ કરશે...” પગ ધ્રૂજી ગયા. માઇક પાસે ગયો ત્યારે ભય કાબૂ બહાર હતો. ધીમે ધીમે માઇકથી થોડું દૂર રહીને બોલવાનું શરૂ કર્યું.
અવાજ ઝિંકતો હતો પણ થોડા જ લાઈનમાં બધું સરખું થઈ ગયું. Confidence આવેલો અને અંદરનો ભય ઘટતો ગયો.
તાળીનો અવાજ... અને આત્મવિશ્વાસનો જન્મ
Speech પૂરી થઈ અને આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું. સાહેબે પણ ખુબ વખાણ કર્યા. એજ ક્ષણ મારી અંદર આત્મવિશ્વાસનો જન્મ થયો.
શીખેલી મોખરી વાત
એ દિવસની સૌથી મોટી શીખ – “માત્ર રટ્ટો પૂરતો નથી, અનુભવ પણ આવવો જોઈએ.” ભય હોય તો ચાલે, પણ એના કારણે અટકવું નહિ.
એ Speech મારે માટે અભ્યાસથી પણ વધારે અનુભવ પૂરાવનાર બની.
અંતે એક વાત...
જો આજે તમે પણ માઇક સામે બોલવા કે Public Speaking કરવાથી ડરતા હો, તો એક વાર પ્રયાસ કરો. આત્મવિશ્વાસ સમય સાથે ઊભો થશે. શરુઆત મુશ્કેલ હશે, પણ અંતે you'll say, “મજા આવી ગઈ!”
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો