“જન્મદિવસ છે? તો ચોકલેટ લાવજે!” – આ વાત હવે જૂની થઈ ગઈ છે. એક શાળાએ ખૂબ સરળ, પણ મર્મસ્પર્શી વિચાર કર્યો – શું હલકી ગુણવત્તાવાળી ચોકલેટને બદલે કંઈક સારું અને યાદગાર આપી શકાય?
અને એ વિચારે જન્મ લીધો એક નવો પ્રયોગ – “જન્મદિવસની પેટી”.
શાળામાં હવે બાળક કે શિક્ષકના જન્મદિવસે ચોકલેટ વહેંચવાનું નહિ, પરંતુ તેઓ પોતાનું યોગદાન જનમદિવસની ખાસ પેટીમાં આપે છે. 21 નવેમ્બર 2024થી શરૂ થયેલી આ પહેલે 29 માર્ચ 2025 સુધીમાં અંદાજે ₹16,000 જેટલું યોગદાન એકત્ર કર્યું!
આ રકમનો ઉપયોગ એક એવું કંઈક આપી કરવા થયો – જે મીઠું પણ છે અને પૌષ્ટિક પણ! દરેક બાળકને મળ્યું 60 ગ્રામનો ઉત્તમ ગુણવત્તાવાળો સૂકો મેવો – જેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર અને લીલવા દ્રાક્ષનો સમાવેશ હતો.
સૂકા મેવાની તૈયારી
ઘણાં બાળકોએ તો ક્યારેય અંજીર કે અખરોટ જોયા પણ ન હતા. અને જ્યારે એ બધાને એક ભેટ તરીકે મળ્યું – તો ખુશીનો માહોલ અલગ જ હતો.
બાળકોને પાઉચ મળ્યા પછી
શાળાની કક્ષામાં બેઠેલા નાનકડાં વિદ્યાર્થીઓએ જ્યારે પોતાનાં હાથમાં મેવાના પેકેટ ઉંચા પકડીને બતાવ્યા – ત્યારે લાગ્યું કે આ બાળકોએ માત્ર મીઠાઇ નહિ, પણ જીવનની એક મોટી ભેટ મેળવી છે.
બાળકોની ખુશી
શાળાએ દેખાડી દીધું કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં નથી – તે જીવન જીવવાની રીતમાં છે. આવા પ્રયોગો બાળકોને જવાબદારી, સહાનુભૂતિ અને ખુશી સાથે ભણવાની દિશા આપે છે.
જન્મદિવસે મળેલી મીઠાઈ ભૂલાઈ જાય, પણ આવું મીઠું અનુભવ જીવનભર યાદ રહી જાય!
ખૂબ સરસ કામ કર્યું છે.
જવાબ આપોકાઢી નાખો