🌶️ બાળપણનો મસાલો અને મિત્રો સાથેની યાદગાર મજા 🤩
અમે ત્રણ મિત્રો, જ્યારે ભેગા થતા, ત્યારે મજાની યાદગાર પળો પસાર કરતા. 🍽️ ભૂખ લાગે ત્યારે સાદી રોટલી અને શાક હોવા છતાં, અમે ખાસ "મસાલો" (મરચાની ચટણી) બનાવતા, જે મારો જ બનાવવાનો કારમો હતો! 😆 🔥
ઓહો! એ તીખો મસાલો ખાવાની મજા તો કંઈક અલગ જ હતી! 😋 ક્યારેક અમે તેમાં કાચી ડુંગળી પણ કાપીને નાખતા, અને રોટલા સાથે ખાવાનો સ્વાદ તો બહું જબરદસ્ત લાગતો! 🧅🌶️
🏍️ ક્યારેક હું બાઈક ચલાવી, અમારા ગામની પાસે આવેલા સિટીમાં લઈ જતો. અને ત્યાં પાણીપુરી માટે અમારી ફેવરિટ શરત? "સૌથી તીખી બનાવજો!" 🔥🥵🤣 એમ કહીને પાણીપુરી બનાવડાવતા અને એ તીખાશની મજા તો કહેવી શું!
🎥 ક્યારેક પિક્ચરની CD લેતા અને સાથે પાવભાજી પણ ખાતા, પણ તેમાં પણ "એક્સટ્રા તીખી ચટણી" જોઈએ જ! ક્યારેક તીખા લાલ બટેકા 🌶️🍛 એ તીખો ખાવાનો શોખ કંઈક જુદો જ હતો!
હવે બધા મોટા થઈ ગયા, નોકરી અને વ્યવસાયમાં વ્યસ્ત થઇ ગયા, અને જુદા જુદા શહેરોમાં વસવાટ કરીએ છીએ. 🏙️📞 પણ આજે પણ સંપર્કમાં છીએ, વારંવાર વાત કરીએ અને જ્યારે પણ ભેગા થાઈએ, જુની યાદોને જીવીને ફરી એ જ મજા માણી લઈએ! 🤗✨
💬 તમારા બાળપણની મજાની યાદો કઈ છે? કોમેન્ટમાં શેર કરો! 👇😃
ડેમ ની પાળે બેસીને સેવ મમરા ખાવાની મઝા ગોવાના દરિયા કિનારાથી ઓછી નહોતી
જવાબ આપોકાઢી નાખોહા સાચી વાત છે ભાઈ
કાઢી નાખો