શું તમે પણ પીધી છે ૧ રૂપિયા વાળી પેપ્સી? જાણો આ ચોંકાવનારી હકીકત!
આપણે દરેક જણાએ બાળપણમાં કે ક્યારેક ને ક્યારેક પેલી ૧ રૂપિયા વાળી રંગબેરંગી પેપ્સી (આઈસ કેન્ડી) તો ચાખી જ હશે. ગરમીમાં ઠંડક મેળવવાનો એ સસ્તો અને સરળ રસ્તો લાગતો હતો. એ લાંબી પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો મીઠો, બરફ જેવો રસ આપણને ખૂબ ભાવતો.
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પેપ્સી બને છે કેવી રીતે?
હમણાં જ મને એક એવી વાત જાણવા મળી જેણે મને ખરેખર ચોંકાવી દીધો. મેં જોયુ જાણ્યું કેટલીક જગ્યાએ આ સ્થાનિક પેપ્સી બનાવવા માટે એક વિચિત્ર રીત અપનાવવામાં આવે છે. થયું એવું કે જે આપણે દુકાનોમાં સોડા (કોલ્ડ ડ્રિંક્સ) પીએ છીએ, તેની પણ એક એક્સપાયરી ડેટ (વાપરવાની છેલ્લી તારીખ) હોય છે. જ્યારે આ સોડા એક્સપાયર થઈ જાય, એટલે કે વાપરવા લાયક ન રહે, ત્યારે તેને ફેંકી દેવાને બદલે, કેટલાક લોકો આ એક્સપાયર થયેલી સોડાને ભેગી કરીને તેમાંથી પેપ્સી બનાવે છે!
આ જાણીને મને તો થયું કે હવે ક્યારેય આવી પેપ્સી ન ખાવી.
વિચારો, જે પીણું પોતાની ગુણવત્તા ગુમાવી ચૂક્યું છે, જે કદાચ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની ગયું છે, તેનો ઉપયોગ કરીને બનાવેલી વસ્તુ આપણે ખાઈએ છીએ. હવે આ લોકલ બ્રાન્ડ હોય એટલે તેને ઓળખવી પણ મુશ્કેલ છે કે તે ક્યાં બની છે અને કેવી રીતે બની છે.
શું આ ખરેખર સુરક્ષિત છે?
એક્સપાયર થયેલી સોડા કે કોઈપણ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરવાથી ફૂડ પોઈઝનિંગ (ખોરાકી ઝેર) થવાનો ભય રહે છે. તેમાં બેક્ટેરિયા પેદા થઈ શકે છે અથવા તેના રાસાયણિક ગુણધર્મો બદલાઈ શકે છે, જે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તો સવાલ એ છે કે, શું આવી પેપ્સી ખાવી જોઈએ?
જ્યારે આપણને ખબર જ નથી કે તે શેમાંથી અને કેવી રીતે બની છે, અને તેમાં એક્સપાયર થયેલી વસ્તુઓ વપરાઈ હોવાની શક્યતા છે, તો શું આપણે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જોઈએ? હવેથી આવી અજાણી, લોકલ બ્રાન્ડની વસ્તુઓ ખાતા પહેલા સો વાર વિચાર કરવો જરૂરી છે. તમારું શું માનવું છે? શું આવી પેપ્સી ખવાય કે નહીં?
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો