મુખ્ય સામગ્રી પર જાઓ

જમાઈ પહેલીવાર સાસરે

લગ્ન પછી એક ખાસ દિવસ હોય – જ્યારે આપણે પહેલીવાર સાસરે જઇએ! આ એક એવો અનુભવ છે કે, કોઇ કહે નહીં, પણ બધાના મનમાં ચાલતો જ હોય. "શુ બધું બરાબર જશે?", "એમને હું ગમિશ?", "પત્ની કઈક કહેશે કે નહીં?" – આ બધાં પ્રશ્નો મનમાં થતા હોય.

યાત્રા શરૂ – થોડી શરમ, થોડી ઉત્સુકતા!

સવારથી જ એક નવું જોશ હોય. પત્ની એકદમ એક્સાઈટેડ! એમના ઘેર જવાનો આનંદ તેને હોય, અને આપણે? અંદરથી થોડી શરમ, થોડી ગભરાટ અને થોડો જુસ્સો!
બાઈક પર નીકળતા પહેલા જ માનો આશીર્વાદ લઇએ – "હવે તું જમાઈ છે, સાવધાને!"

સાસરે પ્રવેશ – બધાની નજર માત્ર જમાઈ પર!

અહીં એ આપણે એકલા જ છીએ! સાસુજી, સાળાં-સાળીઓ, મામી-મામા... બધું એકજ પળમાં બદલાઈ જાય.
દરવાજા પાસે અટકી જઈએ... જમાઈજી માટે એક અલગ જ સન્માન! "આવો-આવો, આપના માટે તરસી ગયા!" – અને એ બોલવામાં પણ એક મસ્તી છુપાયેલી!

જમાઈનો શરમાળ અવતાર!

કોણે કહ્યું કે ફક્ત વધુઓને શરમ લાગે?
અહીં તો જમાઈજીએ એક પળે પણ આંખ ઉઠાવી નહીં શકે!
સાસુજી પ્રેમથી "પહેલા પાણી પીલો" કહે. સાળાં-સાળીઓ મજાક ઉડાવવાનું એક પણ મોકો ન છોડે!
"હવે કઈક ખાવ, નહીં તો બહેન બોલશે કે ત્રાસ આપ્યો!"
ક્યારેક "સફર કઈ રીતે રહી?" – પણ એ પ્રશ્નના જવાબમાં "બહુ સારું!" સિવાય બીજું શું બોલવું?

જમવાનો જમાવટ અને ખાસ કાળજી!

જમાઈને તો અહીં ખાસ દરજ્જો! "આ તમારું મનપસંદ ભોજન છે!" – પણ એ ભોજન ખાવા કરતા વધારે ત્યાં બેઠેલા બધા લોકોની નજર આપણને જ જોતી હોય.
"ચાલો, હવે કંઇક ખાઈ લો, નહીં તો ખોટું લાગશે!" – અને આપણે સાવ ધીમે-ધીમે ચમચી ચાલાવીએ!

પહેલી મુલાકાત – ઘર જેવા લાગવાનો અનુભવ!

પહેલી મુલાકાતમાં ઘરે જવા માટે ઘડી-ઘડી ઘડિયાળમાં જોવાતું હોય.
"હવે જઇએ?" – પણ પત્ની તો "હજી થોડું બેસી જાવ" કહીને વાર લંબાવે!
પણ હકીકત એ છે કે, આજ એક દિવસથી જ એક નવી સાથેની યાત્રા શરૂ થાય. અહીંથી જ એક નવો સંબંધ, એક નવો પરિવાર, અને એક નવું સ્નેહબંધન જમે.

અંતમાં – અજાણ્યાથી સ્વીકાર સુધી...

આજ જે ઘેર આપણે મહેમાન થઈએ, આજજ ઘર એક દિવસ આપણું પોતાનું લાગવા લાગે.
એજ સાસરે જ્યાં પહેલા શરમ લાગતી હતી, પછી તો ત્યાં જઇએ ત્યારે "આજે શું મજાનું બન્યું છે?" એવો ઉલટો પ્રશ્ન કરી દઈએ!
અને પછી? સાસરે જવાની રાહ જોતાં રહે!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યાર, Rude લોકો સાથે કેવી રીતે હેન્ડલ કરું એ શીખવાનું બહુ જરુરી છે!

એ જ સમય હતો, એકજ મીટીંગમાં, એ વ્યાક્તિ એવું બોલી ગયું કે મને તો અંદરથી કંપી નાખ્યું. એક સેકન્ડ મને પણ મન થયું કે એને જોરદાર જવાબ આપી દઉં. પણ પછી બસ મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું – "શું સાચે હવે તરત જ જવાબ આપવો જોઈએ?" 1. Yaar, પહેલી વાત – પર્સનલી ના લેવી! એ બોલ્યો કે હું કામ બગાડું છું. પહેલી રિએક્શન: ગુસ્સો! પણ પછી સમજાયું કે ભાઈ એના સ્ટ્રેસમાં છે, એની ભાષા રૂડ છે – એનો મતલબ એ નથી કે એ સાચું છે કે હું ખરાબ છું. બસ આકરો સમય હશે એનો. એટલે હું શીખ્યો – બધું અંગત ના લેવું. બધું આપણે માટે નથી હોય. 2. તેમને બદલવાની અપેક્ષા રાખવી bandh! સાચું કહું? પહેલાં મને લાગતું કે, "આ માણસ ક્યારે સારો બનશે?" પણ પછી સમજાયું કે જો હું એની રીત બદલાવા માટે energY ખર્ચ કરતો રહીશ, તો મારા મનની શાંતિ જતી રહેશે. હવે હું juste મારા જાતના response પર કામ કરું છું. એની બીક કે અપેક્ષા રાખતો જ નથી. 3. તરત જ ના બોલવું – પહેલી analyse! હવે મને કોઈ કઈપણ કહે પણ, હું pause લઉં છું. પહેલી વાત – વિચારું: "આ વાર્તાળાપ જરૂરી છે?"  ફિલ્ટર બનાવી દીધો છે – selective response system! ...

ટોપ 5 ગુજરાતી ફિલ્મો

આજના સમયમાં ગુજરાતી ફિલ્મો એક નવી દિશા અને નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે. પહેલા જ્યાં માત્ર કેટલીક પસંદગીની ફિલ્મો જ બનાવાતી હતી, ત્યાં હવે ગુજરાતી સિનેમામાં નવીન વાર્તાઓ, નવી ટેક્નોલોજી અને યુવા કલાકારો દ્વારા એક અનોખી ઓળખ બનાવવામાં આવી રહી છે. ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકો માટે વધુ આકર્ષક કેમ બની? કેટલાક લોકો આજે પણ ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરતા નથી, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. યુવા પેઢી અને પરિવાર સાથે જોવા જેવી ફિલ્મો વધુ બની રહી છે. નવી ફિલ્મોમાં હાસ્ય, રોમેન્ટિક, થ્રિલર અને ફેમિલી મેસેજ સાથેની વાર્તાઓ જોવા મળે છે, જેના કારણે ઓડિયન્સ ધીમે ધીમે ગુજરાતી સિનેમાની તરફ વધુ આકર્ષાય છે. આજની લોકપ્રિય ગુજરાતી ફિલ્મો હાલની કેટલીક ગુજરાતી હિટ ફિલ્મો જે દર્શકોને પસંદ આવી છે: Chello Divas – યુવા મિત્રતા, હાસ્ય અને કોલેજ લાઈફની યાદગાર સફર Shu Thayu? – કોમેડી અને મિત્રતાની મજા Love Ni Bhavai – રોમેન્ટિક ડ્રામા Golkeri – ફેમિલી અને એન્ટરટેઇનમેન્ટ Nadi Dosh – રોમેન્ટિક લવ સ્ટોરી Fakt Mahilao Maate – મહિલા કેન્દ્રિત ફિલ્મ Raado – એક્શન અને થ્રિલર Baap Kamal Dikro Dhamal – કોમેડી અને ફેમિ...

સ્ટોક માર્કેટ – નફો, નુકસાન અને કડવી હકીકત!

હું પહેલીવાર સ્ટોક માર્કેટની દુનિયામાં આવ્યો ત્યારે મારી પાસે માત્ર થોડું સામાન્ય જ્ઞાન હતું. "Scam 1992" જેવી સિરીઝ જોઈ, અને મને લાગ્યું કે હર્ષદ મહેતા જેવું કંઈક કરવું જોઈએ. હું પણ બજારમાં નસીબ અજમાવા નીકળ્યો. મારા શીખવાની શરૂઆત તો ધમધમાટભેર થઈ! YouTube, books, website – જે મળ્યું તે બધું જોયું. Candlestick patterns, support & resistance, technical analysis, option greeks (theta, delta, gamma, vega) – બધું સમજ્યું. પ્રથમ નફો થયો અને લાગ્યું – "આ તો પૈસા કમાવાનું મશીન છે!" નફો થતાં જ લાગ્યું કે હું પ્રોફેશનલ ટ્રેડર બની ગયો છું. રોજ શેર બજાર ખૂલે અને હું લાલચ ભરી આંખે મોનીટર સામે બેઠો રહું! પણ લોસ થવા લાગ્યા ત્યારે પણ ઈગો આડી આવ્યો – "આવું તો થતું રહે! પુન: મારો સમય આવશે!" 1st Time Market છોડ્યું – "આ મારી જગ્યા નથી!" બસ, રોકાઈ ગયો. 2nd Time – "ચલો ફરી કોશિશ કરીએ!" પણ પછી ફરી એકવાર લોસ થવા લાગ્યા... અને આ વખતે એ બધું જ વણસી ગયું! 3rd Time – "Last Try! આ વખતે બધું systematic!" "છેલ્લી વાર છોડી દીધું!" હવે આખર...