ઉનાળાનો તાપ ઘેર ઘૂસ્યો, ગરમીના તડકામાં બધું સૂકાઈ રહ્યું. પણ એ તડકામાંયે એક નાનકડી ઘડિયાળ ચાલી રહી હતી – મારી બારી બહાર બે નાની ચકલીઓ જુમ્મરમાં એમનું ઘર બનાવવા જ્હૂમી રહી હતી.
બે દિવસથી હું એમને નિહાળી રહ્યો. એકે એક તણખલાં લાવતી, મહેનત કરતી, પણ જુમ્મરની આકારરચના એવી બધું નીચે પડતું. એ ચકલીઓની ધગશ જોઈ મારી અંદર પણ એક ભાવ ઉદ્ભવ્યો. એક નકામું બોક્સ ઉઠાવ્યું અને એની એક બાજુએ એમના માટે એક સુરક્ષિત ઘર બનાવી દીધું.
પહેલા તો ચકલીઓ સાવચેત રહી. બોક્સની આસપાસ ફેરા માર્યાં, અંદર ઝાંખી લીધું, વિચાર્યું – “શું આ સુરક્ષિત છે?” અને પછી ધીમે ધીમે એ બોક્સમાં પોતાનું નવો માલો (ઘર) બનાવવાનું શરૂ કર્યું.
હવે રોજ હું જોઉં, બોક્સ અંદરથી ભરાતું જાય, ચકલીઓ ખુશ હોય. એક નવી ચિંચીં ભરી દુનિયા મારી બારી પાસે ધબકતી હોય. પછી મને બીજો વિચાર આવ્યો – "એમને પાણીની જરૂર પડશે!" બાજુમાં એક નાની ટોપલીમાં પાણી ભરીને મૂકી દીધું.
થોડીવારમાં જ જોઈું – ચકલીઓ એમાં તરસ બુઝાવી રહી હતી. ચાંચમાં પાણી ભરીને માળા તરફ દોડી રહી હતી. એ દ્રશ્ય જોયું અને દિલ એક અનોખા સુકૂનથી ભરાઈ ગયું.
આ તો નાનકડી વાત છે, પણ એની પાછળનો ભાવ ઘેરો છે.હું જે સુખ શબ્દોમાં કહી ન શકું એ આ ચકલીઓની ચિંચીંમાં સમાઈ ગયું. કોઈ માટે થોડુંક કંઈક કરવું, એમાંથી મળતો આનંદ શબ્દોથી પર છે.
ક્યાંક કોઈ માટે તમે પણ કંઈક નાનું કરી શકો છો? કદાચ એમાંથી તમને પણ આવો જ દિલથી ભરેલો સુકૂન મળે!
આજકાલ ચકલી દેખાવી બહુ દુર્લભ છે. અમદાવાદમાં ખાલી કબૂતર અને કાગડા જ દેખાય છે.
જવાબ આપોકાઢી નાખો