આ વાત છે ઘણી જૂની છે, ત્યારે Paytm જમાઈરાજા જેવું લાગતું હતું! તાજું-તાજું માર્કેટમાં આવ્યું હતું, અને લોકો તેને શીખી રહ્યાં હતાં. મને પણ મારા મિત્રએ Paytm રેફર કર્યું – મને સમજાવ્યું કે "ભાઈ, તું Sign Up કર, પછી 'ADD25' promo code નાખ, ફટાફટ ₹25 મળે!"
હું પણ કાયમ મફતની વસ્તુ માટે તત્પર! કયાં પાછળ રવ? Promo code નાખતાં જ Paytm Wallet માં ₹25 આવી ગયા – હા, મજ્જા પડી ગઈ! પછી શું? મારા ઘરમાં જેટલાં પણ મોબાઈલ હતા, બધામાં રેફર કરીને બધાના પૈસા મારા વોલેટમાં ટ્રાન્સફર કરી દીધા!
આટલું જ નહીં, પછી બીજાને પણ રેફર કરવાનું શરુ કરી દીધું! લોકો પણ ખુશ, અને હું તો ડબલ ખુશ! ₹25-₹25 ભેગા કરીને જાણે લાખો કમાઈ લિધા હોય એવુ લાગતું! એ દિવસો જુદા જ હતાં, Paytm, Freecharge, Google Tez (હવે GPay) – બધું જ રેફરલથી પૈસા કમાવવા માટે સુવર્ણ યૂગ હતો.
Google Pay ના સ્ક્રેચ કાર્ડ વાળો જમાનો
એક વખત Google Pay માં રેફર કરવાથી સ્ક્રેચ કાર્ડથી ₹501 મળતા! એમોજીવાળા નાચવા લાયક ખુશી! અને હવે? "Congratulation! You won a Rs. 20 off coupon on XYZ store!" – બકવાસ!
હવે એ મજા ક્યાં?
હવે Paytm, PhonePe, GPay – બધું જ ફ્રી પૈસા આપવાની બંધુ જ બંધ કરી દીધી. પહેલાની જેમ બેસીને મફતના ₹25-₹50 ભેગા કરવા હવે શક્ય જ નથી. આજના યુગમાં રેફરલ ક્યારેય એટલો ફાયદાકારક નથી રહ્યો – ક્યારેક એક-બે રૂપિયા મળે પણ હવે પહેલા જેવો જુસ્સો ન રહ્યો.
Moral of the Story?
💡 "પહેલા જમાનો જુદો હતો, હવે ખાલી EMIs અને Cashback ના યુગમાં જીવી રહ્યા છીએ!" 😆
તમને કયાં કયાં એ રીતે Free Paisa મળ્યા હતા? 😜 Comment કરો અને આપના ગોલ્ડન ડેઝ યાદ કરો!
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો