મુખ્ય સામગ્રી પર જાઓ

ભુપેન્દ્રસિંહ – એક ઠગને જ ઠગાવી શીખવેલો શાણો ખેલ

જમાનો બગાડી રહ્યો છે, પણ ચતુરતા હંમેશા જીતે છે!

આજના સમયમાં ઑનલાઇન છેતરપિંડી ખુબજ વધી ગઈ છે. ઠગો અલગ-અલગ પદ્ધતિઓ દ્વારા લોકોની મહેનતની કમાણી લૂંટી લેવાનો પ્રયાસ કરે છે. પણ, ક્યારેક સજ્જન અને બુદ્ધિશાળી લોકો પણ આવા ઠગોને તેમની જ રમત રમી શીખવી શકે! ભુપેન્દ્રસિંહ સાથે બનેલી આ ઘટના એ જ દર્શાવે છે.

ઠગનો ડ્રામા – પોતાને CBI અધિકારી બતાવતો અજાણ્યો કોલ

એક દિવસ ભુપેન્દ્રસિંહનો ફોન રિંગ થયો. ફોનની બીજી બાજુની વ્યક્તિએ પોતાને CBI ઓફિસર કહી ઓળખાવ્યો. તેણે દાવો કર્યો કે ભુપેન્દ્રસિંહની કેટલીક અસલીલ વિડિયોઝ તેના પાસે છે અને કોર્ટમાં કેસ પણ દાખલ થઈ ચૂક્યો છે! આ મામલાને થાળે પાડવા માટે તેને ₹18,000 ચૂકવવા પડશે. થગાઈને વધુ વિશ્વસનીય બનાવવા માટે, તે ઠગે WhatsApp પર નકલી FIR ની કોપી પણ મોકલી!

ભુપેન્દ્રસિંહે શું કર્યું?

સામાન્ય માનવી આવો ફોન આવતાં જ ગભરાઈ જાય, પણ ભુપેન્દ્રસિંહ શાણાં અને સંજોગો સમજતા હતા. તેમને તરત જ સમજાયું કે આ કોઈ CBI અધિકારી નથી, પણ એક સામાન્ય ઠગ છે. પણ, સીધા પોલીસમાં ફરિયાદ કરવાને બદલે, તેમણે ઠગને જ ઠગાવવા માટે એક નવી યોજના બનાવી!

ઠગને જ ફસાવવાનો અનોખો પ્લાન!

ભુપેન્દ્રસિંહે ઠગને કહ્યું કે તેઓ હાલ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેમના પાસે પૈસા નથી. વધુમાં, તેમણે ઠગને એવું પણ કહ્યું કે તેમણે ઘરમાંથી એક સોનાની ચેઈન ચોરી હતી, જે તેમણે પોતાના મિત્રના પિતાજી પાસે ₹8,000માં ગીરીવી રાખી હતી. તેમણે ઠગને વિનંતી કરી કે તે પહેલા ₹8,000 મોકલે જેથી ચેઈન છોડાવી શકાય, અને પછી ₹18,000 ભરી શકાશે.

ઠગ ભુલકાઈ ગયો અને તરત જ ભુપેન્દ્રસિંહને ₹8,000 ટ્રાન્સફર કરી દીધા! પણ ભુપેન્દ્રસિંહ અતલાથી જ અટકવાના નહોતા. થોડા સમય પછી, તેમણે ઠગને ફરી ફોન કરી કહ્યું કે મિત્રના પિતાને વ્યાજની રકમ તરીકે ₹1,000 વધુ ચૂકવવા પડશે. ઠગ એ પણ ઝડપથી મોકલી બેઠો!

આગળ શું થયું?

પૈસા મળ્યા પછી, ભુપેન્દ્રસિંહે તરત જ સમગ્ર ઘટના પોલીસને જણાવીને ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. આ રીતે, એક શાણો અને સમજદાર વ્યક્તિએ પોતે ફસાયા વિના ઠગને જ ઠગાવી નાખ્યો.

શું શીખવા મળ્યું?

આ ઘટનાથી આપણે એક મોટું સંદેશ મળે છે – સમજદારી અને ચતુરતા હોવી એ તમારું સૌથી મોટું હથિયાર છે! જ્યારે પણ કોઈ અજાણ્યો વ્યક્તિ ફોન કરીને આવા ગોળા ગપ્પા કરે, ત્યારે તરત જ પોલીસને જાણ કરવી. ધોંસ અને ભયમાં આવીને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો.

ઓનલાઇન છેતરપિંડી સામે સજાગ રહો, તમારી મહેનતની કમાણી બચાવો!


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

યાર, Rude લોકો સાથે કેવી રીતે હેન્ડલ કરું એ શીખવાનું બહુ જરુરી છે!

એ જ સમય હતો, એકજ મીટીંગમાં, એ વ્યાક્તિ એવું બોલી ગયું કે મને તો અંદરથી કંપી નાખ્યું. એક સેકન્ડ મને પણ મન થયું કે એને જોરદાર જવાબ આપી દઉં. પણ પછી બસ મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું – "શું સાચે હવે તરત જ જવાબ આપવો જોઈએ?" 1. Yaar, પહેલી વાત – પર્સનલી ના લેવી! એ બોલ્યો કે હું કામ બગાડું છું. પહેલી રિએક્શન: ગુસ્સો! પણ પછી સમજાયું કે ભાઈ એના સ્ટ્રેસમાં છે, એની ભાષા રૂડ છે – એનો મતલબ એ નથી કે એ સાચું છે કે હું ખરાબ છું. બસ આકરો સમય હશે એનો. એટલે હું શીખ્યો – બધું અંગત ના લેવું. બધું આપણે માટે નથી હોય. 2. તેમને બદલવાની અપેક્ષા રાખવી bandh! સાચું કહું? પહેલાં મને લાગતું કે, "આ માણસ ક્યારે સારો બનશે?" પણ પછી સમજાયું કે જો હું એની રીત બદલાવા માટે energY ખર્ચ કરતો રહીશ, તો મારા મનની શાંતિ જતી રહેશે. હવે હું juste મારા જાતના response પર કામ કરું છું. એની બીક કે અપેક્ષા રાખતો જ નથી. 3. તરત જ ના બોલવું – પહેલી analyse! હવે મને કોઈ કઈપણ કહે પણ, હું pause લઉં છું. પહેલી વાત – વિચારું: "આ વાર્તાળાપ જરૂરી છે?"  ફિલ્ટર બનાવી દીધો છે – selective response system! ...

ટોપ 5 ગુજરાતી ફિલ્મો

આજના સમયમાં ગુજરાતી ફિલ્મો એક નવી દિશા અને નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે. પહેલા જ્યાં માત્ર કેટલીક પસંદગીની ફિલ્મો જ બનાવાતી હતી, ત્યાં હવે ગુજરાતી સિનેમામાં નવીન વાર્તાઓ, નવી ટેક્નોલોજી અને યુવા કલાકારો દ્વારા એક અનોખી ઓળખ બનાવવામાં આવી રહી છે. ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકો માટે વધુ આકર્ષક કેમ બની? કેટલાક લોકો આજે પણ ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરતા નથી, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. યુવા પેઢી અને પરિવાર સાથે જોવા જેવી ફિલ્મો વધુ બની રહી છે. નવી ફિલ્મોમાં હાસ્ય, રોમેન્ટિક, થ્રિલર અને ફેમિલી મેસેજ સાથેની વાર્તાઓ જોવા મળે છે, જેના કારણે ઓડિયન્સ ધીમે ધીમે ગુજરાતી સિનેમાની તરફ વધુ આકર્ષાય છે. આજની લોકપ્રિય ગુજરાતી ફિલ્મો હાલની કેટલીક ગુજરાતી હિટ ફિલ્મો જે દર્શકોને પસંદ આવી છે: Chello Divas – યુવા મિત્રતા, હાસ્ય અને કોલેજ લાઈફની યાદગાર સફર Shu Thayu? – કોમેડી અને મિત્રતાની મજા Love Ni Bhavai – રોમેન્ટિક ડ્રામા Golkeri – ફેમિલી અને એન્ટરટેઇનમેન્ટ Nadi Dosh – રોમેન્ટિક લવ સ્ટોરી Fakt Mahilao Maate – મહિલા કેન્દ્રિત ફિલ્મ Raado – એક્શન અને થ્રિલર Baap Kamal Dikro Dhamal – કોમેડી અને ફેમિ...

સ્ટોક માર્કેટ – નફો, નુકસાન અને કડવી હકીકત!

હું પહેલીવાર સ્ટોક માર્કેટની દુનિયામાં આવ્યો ત્યારે મારી પાસે માત્ર થોડું સામાન્ય જ્ઞાન હતું. "Scam 1992" જેવી સિરીઝ જોઈ, અને મને લાગ્યું કે હર્ષદ મહેતા જેવું કંઈક કરવું જોઈએ. હું પણ બજારમાં નસીબ અજમાવા નીકળ્યો. મારા શીખવાની શરૂઆત તો ધમધમાટભેર થઈ! YouTube, books, website – જે મળ્યું તે બધું જોયું. Candlestick patterns, support & resistance, technical analysis, option greeks (theta, delta, gamma, vega) – બધું સમજ્યું. પ્રથમ નફો થયો અને લાગ્યું – "આ તો પૈસા કમાવાનું મશીન છે!" નફો થતાં જ લાગ્યું કે હું પ્રોફેશનલ ટ્રેડર બની ગયો છું. રોજ શેર બજાર ખૂલે અને હું લાલચ ભરી આંખે મોનીટર સામે બેઠો રહું! પણ લોસ થવા લાગ્યા ત્યારે પણ ઈગો આડી આવ્યો – "આવું તો થતું રહે! પુન: મારો સમય આવશે!" 1st Time Market છોડ્યું – "આ મારી જગ્યા નથી!" બસ, રોકાઈ ગયો. 2nd Time – "ચલો ફરી કોશિશ કરીએ!" પણ પછી ફરી એકવાર લોસ થવા લાગ્યા... અને આ વખતે એ બધું જ વણસી ગયું! 3rd Time – "Last Try! આ વખતે બધું systematic!" "છેલ્લી વાર છોડી દીધું!" હવે આખર...